Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

લોકો અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે તે સામાન્‍ય રીતે લાંબા, ખુશ અને સ્‍વસ્‍થ્‍ય જીવન જીવે છે

ગાળો બોલવી માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે સારીઃ નવા રિસર્ચમાં સાબિત થયું

નવી દિલ્‍હી,તા. ૨૭: આ ગ્રહ ઉપર અનેક લોકો છે જે અપશબ્‍દોનો ઉપયોગનો કરવો પસંદ કરે છે. પરંતુ તે જાણતા નથી કે પોતાની ભાષાનું ધ્‍યાન કેવી રીતે રાખવું. ભલે ઘર હોય કે બહાર. ભાષા ઉપર લગામ રહેતી નથી. પરંતુ કોઈને આ પ્રકારની ભાષા પસંદ હોતી નથી. પરંતુ તાજેતરમાં થયેલા રિસર્ચમાં સાબિત થયું છે કે આ પ્રકારના ભાષા પ્રયોગ ખરેખર આનંદદાયક અને વધારે તણાવ ફ્રી લાઈફ આપે છે.
ન્‍યૂ જર્સીના કીન વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્‍યું હતું કે લોકો અપમાનજક ભાષાનો ઉપયોગ કરે છે તે સામાન્‍ય રીતે લાંબા, ખુશ અને સ્‍વસ્‍થ્‍ય જીવન જીવે છે. ગાળો બોલવાથી તેમની હતાશા એક હદ સુધી ઓછી થઈ જાય છે. સાથે જ મગજને પણ સ્‍વસ્‍થ્‍ય રાખે છે. શોધકર્તાઓએ મૌખિક દુર્વ્‍યવહારને સ્‍વાસ્‍થ્‍ય માટે ખુબ જ ફાયદામંદ ગણાવ્‍યું છે.
કીન વિશ્વ વિદ્યાલયે પોતાના શોધમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રયોગ કર્યો હતો. શોધ દરમિયાન તેમના હાથ બરફના ઠંડા પાણીમાં ડૂબાડી રાખ્‍યા હતા. શોધમાં જાણવા મળ્‍યું કે આ પ્રક્રિયા દરમિયાન તેઓ ગાળો બોલતા રહ્યા હતા.
એ લાંબા સમય સુધી હાથોને પાણીમાં ડૂબાડી રાખવા સક્ષમ હતા. આ આધારે ઉપર શોધકર્તાઓએ નિષ્‍કર્ષ કાડ્‍યું હતું કે, ગાળો આપવાથી મગજની નિરાશા દૂર થાય છે અને જેનાથી મગર સ્‍થસ્‍થ રહે છે.
આ વ્‍યક્‍તિ વધારે સમય સુધી જીવીત રહે છે. જયારે તેના જીવનમાં ખુબ જ ઓછો તણાવ હોય છે. શોધમાં એ પણ જાણવા મળ્‍યું કે લોગ અપશબ્‍દોનો ઉપયોગ નથી કરતા તે લોકો ગંભીર પરિસ્‍થિતિઓમાં જલદી હાર માની લે છે. અને વધારે તણાવ હોય છે. તેનાથી તેમની માનસિક સ્‍વાસ્‍થ્‍ય ઉપર અસર પડે છે.

 

(10:18 am IST)