Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સ્વીત્ઝરલેન્ડમાં સજાતિય લગ્નની છૂટ

બે તૃત્યાંશ નાગરિકોએ જનમતમાં આપ્યો ટેકો

બર્નઃ સ્વીઝરલેન્ડની બે તૃત્યાંશ પ્રજાએ રવિવારે ઐતિહાસીક ફેંસલો આપતા સમલૈંગિક યુગલોને લગ્નની પરવાનગી આપી હતી. જણાવી લઇએ કે આ નિર્ણય માટે  જનમત કરાવાયો હતો. જેમાં ૬૪.૧ ટકા મતદારોએ આનું સમર્થન કર્યુ. આ ફેંસલાથી હવે સ્વીઝરલેન્ડમાં પણ પશ્ચિમ  યુરોપના કેટલાક અન્ય દેશોની જેમ સમલૈંગિકોને લગ્નની પરવાનગી મળી ગઇ છે.અત્રે ઉલ્લેખનિય છે કે સ્વીઝરલેન્ડ દ્વારા ૨૦૦૭માં જ સમલૈંગિક લોકોને સાથે રહેવાનો અધિકાર આપી દેવાયો હતો પણ લગ્નની છૂટ નહોતી અપાઇ. પણ હવે લગ્નની છૂટ મળતા સમલૈંગિક લોકો બહુ ખુશ દેખાઇ રહ્યા છે.આ ફેંસલાનું સમર્થન કરનારા લોકો  માને છે કે હવે કાયદાકીય રીતે સમલૈંગિકોને એવા ઘણાં અધિકારો મળશે જેનાથી તેઓ પહેલા વંચિત રહી ગયા હતા. આ નિર્ણયથી તેઓ હવે બાળકોને દત્તક લઇ શકશે અને તેમને નાગરિકતા પણ મળશે. તેઓ દેશના દરેક અધિકારનો લાભ ઉઠાવી શકશે.તો ઘણાં લોકોએ આવા લગ્નનું સમર્થન નથી કર્યુ. તેમની નજરે સમલૈંગિક લગ્ન બરારબર નથી. તેમનું કહેવું છે કે બાળકોને માતા-પિતા બંનેનો પ્રેમ જરૂરી છે. તો અન્ય કેટલાક લોકોએ કહ્યું કે આ નિર્ણય પ્રકૃતિના નિયમોની વિરૂધ્ધ છે.

(3:27 pm IST)