Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ટ્રકની પણ રેસ લાગતી હોય છે!

આપણા દેશમાં માલિકો ભારેખમ વાહન એટલે કે ટ્રકની કેટલી બધી કાળજી રાખતા હોય છે એ આપણે સૌકોઈ જાણીએ છીએ. ટ્રકને શણગારવા ઉપરાંત એની પાછળ અનોખા વાકયો લખવામાં આવતા હોય છે, પરંતુ ફ્રાન્સમાં શનિવારે અનોખી રેસ યોજાઈ ગઈ. એમાં નીતનવી ડિઝાઇનવાળી અને લાઇટિંગ સાથેની અનેક ટ્રકને ૨૪ કલાકની રેસમાં ઉતારવામાં આવી હતી. એને ડેકોરેટેડ ટ્રક કોન્ટેસ્ટ નામ આપવામાં આવ્યું હતું. તમે નહીં માનો, પણ લ મેન્સ શહેર ખાતેની રોશનીથી સજ્જ ટ્રકની હરીફાઈનું આ ૩૬મું વર્ષ છે. - એ.એફ.પી.

(3:28 pm IST)