Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં દાઢી બનાવવા સહીત વાળ કપાવવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: મહિલાઓના અધિકારોને લગભગ સમાપ્ત કરનાર તાલિબાને હવે અફઘાનિસ્તાનમાં પુરુષોની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું છે. અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં તાલિબાનોએ તમામ સલુન્સમાં દાઢી કાઢવા અથવા કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાને આ અંગે પત્ર પણ જારી કર્યો છે. સમાચાર અનુસાર, ઇસ્લામિક ઓરિએન્ટેશન મંત્રાલયના અધિકારીઓએ આ સંદર્ભમાં પ્રાંતની રાજધાની લશ્કર ગઢમાં હેરડ્રેસીંગ સલુન્સના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં હેરસ્ટાઇલ અને દાઢી કપાવવાની ચેતવણી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ તાલિબાને સમગ્ર દેશમાં શરિયા કાયદાનો અમલ શરૂ કર્યો હતો. તાજેતરમાં, તાલિબાનોની નિર્દયતા ત્યારે સામે આવી જ્યારે અપહરણના ચાર આરોપીઓને મારી નાખવામાં આવ્યા અને ચોકડી પર લટકાવવામાં આવ્યા.

(6:51 pm IST)