Gujarati News

Gujarati News

News of Wednesday, 27th September 2023

અમેરિકાએ ઈઝરાયેલને આપી સૌથી મોટી ભેટ

નવી દિલ્હી: દુનિયાના કેટલાક દેશો અને કેટલીક પ્રજાઓ તેવી છે કે જેઓ સૈકાઓથી વિદેશી આક્રમણો સામે પીસાતી જ રહી છે. તેમાં સૌથી પહેલું નામ ઇઝરાયેલનું આવી શકે તેમ છે. ઇ.સ. પૂર્વે ઇજીપ્તના સામ્રાજ્યવાદથી શરૂ કરી છેક, પ્રથમ વિશ્વયુદ્ધમાં ઓટોમત સામ્રાજ્યનું પણ પતન થયું ત્યાં સુધી યહૂદીઓ વિદેશી શાસનથી પીસાતા જ રહ્યા હતા. આર્મેનિયન્સની પણ આવી જ સ્થિતિ હતી. તે પહેલાં (ઇ.સ. પૂર્વેથી શરૂ થયેલા) ઇરાની સામ્રાજ્યવાદ નીચે અને છેવટે ઓટોમન સલ્તનત નીચે એટલી હદે પીલવામાં આવ્યા હતા કે ૧૮૮૧માં ગ્લેડસ્ટને, ઓટોમન સુલ્તાન હમીદ માટે ઇંગ્લન્ડની પાર્લામેન્ટમાં તે જ કહ્યું હતું કે : 'હીઝ નેઇમ ઇઝ વર્થ નોટ અટરિંગ ઇન ધિસ ઓગસ્ટ એસેમ્બલી'.
ભારતે પણ અમાનુષ આક્રમણો સહન કર્યા છે પરંતુ, ભારતને વિશાળ વસ્તી હતી તે ગમે તેમ કરી તેની સંસ્કૃતિ આજ દીવસ સુધી ટકાવી શક્યું. ખરી શાબાશી તો, ઇઝરાયલ અને આર્મેનિયાને આપવી જોઇએ કે જેની મુઠ્ઠીભર જનતાએ, ૬૩૨થી શરૂ થયેલાં આક્રમણોથી શરૂ કરી પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી સતત વરસાવાઈ રહેલા ત્રાસ સામે ટકી રહી, પોતાની સંસ્કૃતિ જાળવી શકી. તેવાં ઇઝરાયલની જનતાને બાયડેન વહીવટીતંત્ર હવે, એક ભવ્ય ભેટ આપવાનું છે તે છે 'વિસા' સિવાય જ યહૂદીઓને સ્પેશ્યલ ક્લબમાં સામેલ કરવાથી. તેના નાગરિકોને અમેરિકા આવવા માટે વિસા લેવામાંથી મુક્તિ અપાશે. આ સપ્તાહ દરમિયાન જ અમેરિકા આ નિર્ણય લેવાયુ છે.
સમાચાર એજન્સી એપીના રીપોર્ટ પ્રમાણે અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે આ જાહેરાત એકાદ સપ્તાહમાં જ થઇ જશે. અમેરિકા તો ગૃહ સુરક્ષા વિભાગ આ કાર્યક્રમનું સંચાલન કરે છે. જે અત્યરે ૪૦ દેશો (જેમાં મોટાભાગના યુરોપીયન દેશો અને કેટલાક એશિયાઈ દેશો સામેલ છે તેઓ)ના નાગરિકોને વિસા વિના ૩ મહીના માટે અમેરિકાની યાત્રા કરવાની મુક્તિ આપે છે.

 

(5:51 pm IST)