Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

યુનાઇટેડ કિંગ્ડમમાં હજારો દરિયાઈ જીવોના મૃત્યુથી ખળભળાટ

નવી દિલ્હી  : બીચ પર હજારો મૃત પ્રાણીઓના મળી આવતા યુનાઈટેડ કિંગડમમાં હજારો દરિયાઈ જીવોના મૃત્યુથી ખળભળાટ મચી ગયો છે. બીચ પર મોટી સંખ્યામાં પ્રાણીઓના મૃતદેહ પડેલા છે. આટલી મોટી સંખ્યામાં પશુઓના મોતથી સ્થાનિક લોકો ચિંતિત છે. તેમને આશંકા છે કે તેના કારણે આ વિસ્તારમાં અનેક બીમારીઓ ફેલાઈ શકે છે. એક રિપોર્ટ મુજબ યુનાઈટેડ કિંગડમના એક બીચ પર હજારો દરિયાઈ જીવોના મૃતદેહ પડેલા છે. મૃતકોમાં કરચલા, લોબસ્ટર અને અન્ય દરિયાઈ જીવોનો સમાવેશ થાય છે. પ્રાણીઓના આ મૃતદેહ માર્સ્કેથી સોલ્ટબર્નની વચ્ચે ટીસાઇડમાં પડેલા છે. તમને જણાવી દઈએ કે પર્યાવરણ એજન્સીએ જણાવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં દરિયાઈ જીવોના મોત કેવી રીતે થયા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે મોટાભાગના લોકો માને છે કે વધતા પ્રદૂષણને કારણે આવું થયું છે. માર્સ્કેમાં રહેતી શેરોન બેલે જણાવ્યું કે તે દરરોજ બીચ પર ફરવા આવે છે. છેલ્લા બે અઠવાડિયામાં બીચ પર દરિયાઈ જીવોના શબની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.શેરોન બેલે કહ્યું કે હું છેલ્લા 21 વર્ષથી માર્સેલીમાં રહું છું. મેં બીચ પર આવું ક્યારેય જોયું નથી. વાવાઝોડું કે તોફાન આવ્યા પછી પણ આવું થયું નથી.

 

(6:47 pm IST)