Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ચીનમાં બાળકોને આપવામાં આવી રહ્યા છે પક્ષીના ઇન્જેક્શન

નવી દિલ્હી: ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસ આજે સમગ્ર વિશ્વમાં પોતાનો આતંક ફેલાવી રહ્યો છે. કહેવાય છે કે ચીનના લોકોના વિચિત્ર ખાન-પાનના કારણે અનેક બીમારીઓ જન્મ લે છે. પોતાની અનોખી ખાણી-પીણીને કારણે ચીન આખી દુનિયામાં નિશાના પર રહે છે. હવે ચીનના લોકોમાં એક નવો ક્રેઝ સવાર થઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ, ચીનના લોકો હવે તેમના બાળકોને ચિકનના બ્લડનું ઇન્જેક્શનનું લગાવવાના ક્રેઝમાં છે. જો કે આ વાત સાંભળીને તમને નવાઈ લાગતી હશે. આ સાંભળ્યા પછી ભલે તમને વિશ્વાસ ન આવે, પરંતુ આ સંપૂર્ણ સત્ય છે. ચીનના લોકો કોઈપણ રોગ વિના તેમના બાળકોને ચિકનના લોહીનું ઈન્જેક્શન આપી રહ્યા છે. હવે અમે તમને જણાવીએ કે ચીનના લોકો આવું કેમ કરી રહ્યા છે? વાસ્તવમાં ચીનના લોકોનું માનવું છે કે આમ કરવાથી તેમના બાળકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ જડમૂળથી ખતમ થઈ જશે. આ સિવાય તે પોતાના બાળકોને 'સુપર કિડ્સ' બનાવવા માંગે છે. એટલા માટે તેઓ આવા વિચિત્ર કામો કરી રહ્યા છે. ચીનમાં આ લાંબા સમયથી ચાલી રહ્યું છે.

 

(7:18 pm IST)