Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમેરિકી દૂતાવાસના કર્મચારીઓ બન્યા કોરોનાનો શિકાર:બે સ્થાનિક કર્મચારીના મોત

નવી દિલ્હી:  અમેરિકી રાજદુતાવાસનાં કર્મચારીઓ પણ ઝપટે ચડી ગયા છે. રાજદુતાવાસનાં 100 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જયારે બે સ્થાનિક કર્મચારીઓનાં મોત નીપજયા છે.કોરોનાની ખતરનાક લહેરને કાબુમાં લેવા દેશ ઝઝુમી રહ્યો છે.હોસ્પીટલ બેડથી માંડીને ઓકિસજન સુધીનાં મેડીકલ સંશાધનોની તીવ્ર અછત છે. તેવા સમયે વિદેશી રાજદુતાવાસનો સ્ટાફ ઝપટે ચડવા લાગતા ફફડાટ સર્જાયો છે. ભારતમાં પાંચ શહેરોમાં અમેરીકી કોુસ્યુલેટ તથા પાટનગરમાં દુતાવાસ છે. છેલ્લા અમુક અઠવાડીયામાં અમેરીકી કર્મચારી તેમના પરિવારજનો તથા લોકલ સ્ટાફ સહીત 100 જેટલા કર્મીઓ કોરોના સંક્રમીત થયા છે. તેઓએ સપ્તાહથી કોરોના વેકસીન લેવા માંડયા છે ભારતમાં રસીકરણ અભિયાન વચ્ચે પણ છ સપ્તાહ સુધી અમેરીકી સ્ટાફે રસી લીધી ન હતી. આ દરમ્યાન બાઈડેન તંત્રની બે ઉચ્ચ સમિતિ મુલાકાત લઈ ગઈ હતી અને ત્યારબાદ રસી લેવાનું શરૂ કરાયું છે. છ સપ્તાહ સુધી અમેરિકી સ્ટાફે રસી લીધી ન હતી. આ દરમ્યાન બાઈડેન તંત્રની છે. ઉચ્ચ સમીતી મુલાકાત લઈ ગઈ હતી અને ત્યારબાદ રસી લેવાનું શરૂ કરાયુ છે.

(5:35 pm IST)