Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

માંસપેશીમાં સાંધામાં દુખાવા માટે આ પ્રાણાયામ વધારે લાભદાયી સાબિત થઇ શકે છે

નવી દિલ્હી: માંસપેશીઓ અને સાંધામાં દુખાવો પણ હવે સામાન્ય વાત બની ગઇ છે કારણ કે શારીરિક પ્રવૃતિઓ વગર શરીર સ્ફુર્તીલુ રહેતું નથી. જો કે, સાંધામાં દુખાવો હોવાના બીજા કારણ પણ હોઇ શકે છે. એ વાત અલગ છે કે દવાઓના ઉપયોગથી દુખાવામાં થોડાક સમય માટે રાહત મળે છે પરંતુ તેનો પ્રાકૃતિક ઉપચાર યોગમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક સરળ યોગાસનથી દુખાવામાં તુરંત રાહત મળી શકે છે. તો જાણો, દુખાવો દૂર કરવા માટે કયા આસનો લાભદાયી સાબિત થઇ શકે છે.

સેતુબંધાસન માટે પીઠના બળે સૂઇ જાઓ અને પોતાના બંને હાથ શરીરની બાજુમાં રાખો. હવે હથેળી જમીનને સ્પર્શીને રાખો ઘૂંટણ વાળો જેથી પગના તળિયા જમીનને સ્પર્શે. હવે તમે સેતુબંધાસનની પ્રારંભિક સ્થિતિમાં છે. હવે ધીમે-ધીમે શ્વાસ લેતા પોતાની કમરને જેટલી શક્ય હોય તેટલી ઉપર ઉઠાવો, જેનાથી તમારું શરીર એક સેતુ એટલે કે પુલ આકારમાં આવી જાય. હવે આ જ સ્થિતિમાં સામાન્ય રીતે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરો. 10 થી 30 સેકેન્ડ સુધી આ મુદ્રા જાળવી રાખો. હવે શ્વાસને બહાર કાઢતા કમરને પાછી નીચે લાવી દો. અને આરામ માટે શવાસનની મુદ્રામાં આવી જાઓ.

(6:00 pm IST)