Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ઇંગ્લેન્ડના કોવેંટ્રી વિસ્તારમાં સાત મહિલાઓએ ક્લીક કરેલ ફોટામાં થયું કંઈક એવું કે સહુ કોઈ આશ્ચ્ર્યમાં મુકાઈ ગયા

નવી દિલ્હી: ઇગ્લેંડના કોવેંટ્રી વિસ્તારમાં સાત મહિલાઓના ગ્રુપે એક ફ્લેટમાં જોરદાર પાર્ટી કરી. ભરપેટ ખાવા પીવાનું થયું અને પછી ડાન્સ. આ પાર્ટીમાં આઠમું કોઇ ન હતું. તેમણે પછી ગ્રુપમાં એક ફોટો પણ લીધો, જેને જોઇને બધા આશ્વર્યમાં પડી ગયા. આ ફોટોના અંતમાં સાત પછી અંતિમ ચહેરો દેખાયો. જેને કોઇ ઓળખતું ન હતું. જોકે આ અપરિચિત અને અજાણી મહેમાન હતી. અને તેના વિશે કોઇને ખબર ન હતી. હવે તે સાતેય બહેનપણી ડરી ગઇ છે અને તેમને લાગે છે કે જે ફ્લેટમાં તેમણે પાર્ટી કરી, ત્યાં કોઇ આત્મા પણ રહે છે. જેની સાથે જ જોરદાર પાર્ટી કરી અને મજા પણ માણી. આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઇ રહ્યો છે. ડેલી મેલના સમાચાર અનુસાર કોવેંટ્રી શહેરમાં રહેનાર 30 વર્ષીય રેબેકા ગ્લાસબ્રોએ સોશિયલ મીડિયા પર આ ફોટો અપલોડ કરતાં કહ્યું કે જ્યારે તેમણે આ ફોટાને ધ્યાનથી જોયો, તો તેમની ઉંઘ હરામ થઇ ગઇ. આખી રાત તેમના મગજમાં આઠમી ભયાનક છબિ ફરે છે, જેને તે સમજી શકતી નથી કે આખરે તે કોણ હતું તે. રેબેકાએ જણાવ્યું કે આ ફોટો ગત વર્ષે ઓક્ટોબરમાં તેમણે પડોશીના ફ્લેટમાં પોતાની છ અન્ય મિત્રોના ગ્રુપ સાથે લીધી હતી. આ ફોટો ગત વર્ષે ઓક્ટોબરમાં તેમણે પડોશીના ફ્લેટમાં પોતાની છ અન્ય મિત્રોના ગ્રુપ સાથે લીધો હતો. આ ફોટામાં તે કુલ સાત મિત્રો હતા. પરંતુ પછી આઠમી અજાણી મિત્ર પણ તેમાં મળી.

 

(6:03 pm IST)