Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પૂર્વી યુક્રેનમાં રશિયાના મિસાઈલે એક ભીડવાળા મોલને બનાવ્યો નિશાન

નવી દિલ્હી: પૂર્વી યુક્રેનમાં રશિયાના મિસાઇલે એક ભીડવાળા મોલને નિશાન બનાવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મોલ પર મિસાઇલ હુમલાના લીધે મોલમાં હાજર લોકોના મોતની સૂચના મળી છે. ધ કીવ ઇન્ડિપેન્ડન્ટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાડીમીર ઝેલેન્સ્કીએ લખ્યું કે રશિયાએ ક્રેમેનચુકમાં શોપિંગ સેન્ટર પર હુમલો કર્યો છે. તેમા હજારથી વધુ લોકો અંદર હતા. પીડિતોની સંખ્યાની કલ્પના કરવી અશક્ય છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ યુદ્ધમાં બીજી વખત આ રીતે કોઈ સિવિલ બિલ્ડિંગને નિશાન બનાવ્યું છે. આ પહેલા યુક્રેને દાવો કર્યો હતો કે રવિવારે રશિયાની એક મિસાઇલે કીવમાં એક બિલ્ડિંગને નુકસાન પહોંચાડયું હતું. શહેરના મેયર વિટાલી ક્લિટ્સ્કો મુજબ ેઆ મિસાઈલ હુમલામાં એક બાળકી સહિત ચારને ઇજા થઈ હતી. રવિવારે મોસ્કોએ જણાવ્યું હતું કે તેના દળોએ ઉત્તર અને પસ્ચિમ યુક્રેનમાં ત્રણ હુમલા કર્યા છે અને તેમા પણ એક સ્થળ તો પોલેન્ડની સરહદની નજીક છે. આ ઉપરાંત યુરોપીયન સંઘના દેશો ૨૭ દેશોના બ્લોકમાં નેચરલ ગસનું સ્ટોરેજ આગામી શિયાળા સુધીમાં ૮૦ ટકા સુધી પહોંચાડવા સંમત થયા હતા. તેઓને ડર છે કે રશિયા તેમના ગેસના પુરવઠામાં ઘટાડો કરી શકે છે. 

(5:50 pm IST)