Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

દુનિયા ભરમાં થઇ રહેલ એસીના ઉપયોગના કારણોસર વધી રહે છે વાતાવરણમાં ગરમી

નવી દિલ્હી: ગરમીની સીઝનમાં અનેક લોકો પોતના ઘર કે ઓફિસમાં એસી (Air Conditioner - AC) ચાલું કરીને વાતાવરણ ઠંડુ રાખતા હોય છે. હવે તો કારમાં પણ એસીની સગવડ આવતા ગરમી સામે મોટો વિકલ્પ મળી રહ્યો છે. પણ એક અનુમાન અનુસાર દુનિયાભરમાં 190 કરોડ એસીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે પૃથ્વી પરના વાતાવરણમાં ગરમી વધી રહી છે.

સામાન્ય રીતે ગરમી અને ચોમાસાની સીઝનમાં આવું થતું જોવા મળે છે. પણ એસીમાંથી નીકળતી ગરમ હવા ધરતીનું તાપમાન પણ વધારી રહી છે. એક પુસ્તકમાં અંગે એક મોટો ખુલાસો પ્રકાશિત કરાયો છે. અમેરિકાના વિજ્ઞાની એરિક વિલ્સને ઓફ્ટર કુલિંગ ગ્લોબલ વોર્મિંગ એન્ડ ટેરિબલ કોસ્ટ ઓફ કમ્ફર્ટ નામની બુક લખી છે. પુસ્તકમાં તેમણે એવું જણાવ્યું કે, એસી ગરમીમાંથી રાહત આપતું એક શ્રેષ્ઠ સાધન છે. પણ આમાંથી નીકળનારા નુકસાનકારક રસાયણથી વાતાવરણમાં મોટા ફેરફાર આવી રહ્યા છે. સ્ટેસ્ટિા વેબસાઈટ અનુસાર દુનિયામાં છેલ્લા વર્ષે 190 કરોડ એસી હતા. ઠંડક આપતો ગેસ ફ્રીજ, ફીઝર અને એસીમાં નાંખવામાં આવે છે. વર્ષ 1930માં તે માર્કેટમાં આવ્યો હતો. જેને Chlorofluorocarbons કહે છે. એને ફ્રેયોન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમિકલ દાયકાઓ સુધી વાતાવરણમાં રહે છે. જેના કારણે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડા પડી જાય છે. વર્ષ 1987માં એક આંતરરાષ્ટ્રીય સમજુતી અતંર્ગત CFCs ઉત્પાદન રોકવામાં આવે તો ફાયદો થાય.

(5:44 pm IST)