Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

આ રસીને લઈને WHOએ આપી ચેતવણી: જોવા મળી રહી છે સાઈડ ઇફેક્ટ

નવી દિલ્હી: WHO સોમવારે જણાવ્યું કે, Janssen by જોનસંસ એન્ડ જોનસંસ અને AstraZeneca જેવી એડિનોવાયરસ વેક્ટર કોવિડ વેક્સીન પર ચિંતા જાહેર કરી છે. વેક્સીન સેફટી માટે બનાવેલી ગ્લોબલ એડવાયઝરી કમિટીએ તેમના અહેવાલમાં 'ગુલિયન બેરે સિન્ડ્રોમ' ને ઉલ્લેખિત કર્યુ છે; જે એક ઓટોઈમ્યુન ડીસઓર્ડર છે. બીમારીમાં શરીરના ચેતાતંત્રને ગંભીર નુકસાન થાય છે.

WHO ની ગ્લોબલ એડવાયઝરી કમિટીએ તેમની ચેતવણીમાં જણાવ્યું છે કે, Janssen અને AstraZeneca વેક્સીનના શોટ લેવાથી ઈમ્યુન સિસ્ટમ ડીસઓર્ડર પણ થઇ શકે છે. જેનાથી કમજોર માંસપેશી, દર્દ, સુન્ન પડી જવું, અને પેરેલીસીસ પણ થઇ શકે છે. અહેવાલ 13 જુલાઈના રોજ એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં રજુ કરવામાં આવ્યો હતો. બંને વેક્સીન એડિનોવાયરસ પ્લેટફોર્મને પોતાની કરોડરજ્જુ તરીકે વાપરે છે. Oxford-AstraZeneca વેક્સીનને ભારતમાં કોવિશીલ્ડ નામ હેઠળ મેન્યુફેક્ચર કરવામાં આવી છે.

(5:44 pm IST)