Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

અફઘાનિસ્તાનમાં સુરક્ષાબળો દ્વારા હાથ ધરવામાં આવેલ અભિયાનમાં 187 તાલિબાની આતંકવાદીને ઠાર

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના વિભિન્ન પ્રાંતોમાં તાલિબાન વિરુદ્ધ ચલાવવામાં આવેલ  એક અફઘાન સુરક્ષાબળોના અભિયાનમાં તાલિબાનના 187 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે સાથોસાથ 112 અન્ય ઘાયલ થયા છે તેમજ બેની ધરપકડ કરવામાં આવી છે. અફઘાન સુરક્ષાબળોએ છેલ્લા 24 કલાકમાં કુનાર,લોગાર, ગજની,ખોસ્ટ,કંધાર,ઉરૂજગાન ,ફરયબ,બલ્ખ,વગેરે પ્રાંતમાં અભિયાન શરૂ કરીને 187 તાલીબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા હોવાનું જાનવમા આવી રહ્યું છે.

(5:45 pm IST)