Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કોરોનાની રસી લેનાર લોકોને હોંગકોંગે કરી આ ઓફર

નવી દિલ્હી  : વિશ્વમાં કોરોના વેક્સિન રોલઆઉટ થઇ ત્યારે ફ્લાઇટ ટિકિટ કે ફ્રી બીઅર જેવી ઓફર અપાતી હતી પણ વિશ્વના ઘણા દેશો લોકોને રસી અપાવવા કરોડોની ઓફર આપી રહ્યા છે. અમેરિકા, બ્રિટન અને રશિયાને પછાડીને હોંગકોંગ વિશ્વમાં સૌથી મોંઘી ઓફર કરનારો દેશ બની ગયો છે.

ત્યાં રોલેક્સની વૉચ, ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર, સોનાનું બિસ્કિટ અને 10 કરોડ રૂ.ના ફ્લેટ જેવી ઓફર્સ અપાઇ રહી છે. જોકે, તે માટે લોટરી સિસ્ટમ લાગુ છે. વિજેતાઓની પસંદગી લોટરી દ્વારા થાય છે. કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યારે એવા ઘણા દેશ છે કે જ્યાં વેક્સિન મુદ્દે અફ‌વાઓ ફેલાયેલી છે. તેના કારણે જે-તે દેશની સરકાર વેક્સિનેશન વધારવા જાત-જાતની ઓફર્સ આપી રહી છે. હોંગકોંગના આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે વેક્સિન લેતા ડરતા લોકો કીમતી ઓફર મળ્યા બાદ વેક્સિન લેવા આગળ આવી રહ્યા છે. ખાસ વાત છે કે તેઓ પરિવારના સભ્યોને પણ સાથે લાવે છે. હોંગકોંગમાં અત્યાર સુધીમાં 30% વસતીને (અંદાજે 22.7 લાખ) વેક્સિન અપાઇ ચૂકી છે. ખાસ વાત છે કે તેમાંથી 10% વેક્સિન 10-15 દિવસમાં અપાઇ.

(5:46 pm IST)