Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વાવાઝોડાના પગલે પૂરથી થાઇલેન્‍ડના ત્રીજા ભાગનો હિસ્‍સો પૂરગ્રસ્‍ત

 

ભારે વરસાદના લીધે થાઇલેન્‍ડનો ત્રીજો ભાગનો હિસ્‍સો પુરગ્રસ્‍ત થઇ ગયો છે. નુકસાન નીવારવા માટે ફલડ ગેટ્‍સ અને પમ્‍પિંગ સ્‍ટેશનનો આશરો લેવામાં આવી રહ્યો છે. દેશના ઉતરમાં વીકેન્‍ડમાં આવેલા વાવાઝોડાના લીધે મોટાપાયા પર આવેલા પૂરના લીધે લગભગ ૫૯ હજાર કુટુંબો પર અસર થઇ છે. ચાઓ ફ્રાયા નદી પસાર થાય છે તે બાર પ્રાંતોમાં પૂરની સ્‍થિતી છે. તેમાં બેંગકોક અને જૂની રાજધાની અયુત્‍થયાનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન પ્રયુથ ઓચા અને કેબિનેટના કેટલાક પ્રધાનો પૂરગ્રસ્‍ત લોકોને મળ્‍યા છે અને તેમણે રવિવારે સહાય પૂરી પાડી હતી.

(10:30 am IST)