Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રશિયાની એક શાળામાં થયેલ ગોળીબારીની ઘટનામાં સાત બાળકો સહીત 13 લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: રશિયાની એક શાળામાં ગોળીબારની ઘટનામાં સાત બાળકો સહિત ૧૩ લોકોનાં મોત થયા છે અને અન્ય ૨૧ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. રશિયાના ગૃહ પ્રધાને એક નિવેદન જારી કરી આ અંગેની માહિતી આપી હતી. આ ઘટના ઇઝેવસ્ક વિસ્તારની એક શાળાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક અજ્ઞાાત વ્યકિત શાળામાં ઘૂસ્યો હતો અને તેણે અચાનક ગોળીબાર શરૃ કરી દીધો હતો. બંદૂકધારીએ સિક્યોરિટી ગાર્ડની પણ હત્યા કરી હતી. ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા પછી હુમલાખોરે પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. હુમલાખોરનું મૃતદેહ કબજે કરી લેવામાં આવ્યો છે. રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું છે કે હુમલાખોરે આત્મહત્યા કરતા પહેલા હુમલાખોર ૧૩ લોકોની હત્યા કરી હતી. મૃતકોેમાં સાત બાળકો, બે શિક્ષક અને બે સિક્યોરિટી ગાર્ડ સામેલ છે. ગોળીબારની ઘટના પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કેસની તપાસ કરવામાં આવી રહી છે. ગોળીબાર પાછળનું કારણ જાણી શકાયું નથી અને હુમલાખોરની ઓળખ પણ થઇ શકી નથી. રશિયામાં પણ અગાઉ શાળાઓમાં ગોળીબારની ઘટના સામે આવી હતી.ગત વર્ષે મેમા એક કિશોરે કઝાનના એક શાળામાં ગોળી મારી સાત બાળકો સહિત ૯ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.

(6:43 pm IST)