Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર

નવી દિલ્હી: ચીનમાં કોરોના નિયંત્રણ નિયમોના કારણે ખેડૂતો પાસે જે પાક હવે છે તેઓ તેને વેચી શકતા નથી અને તેનો નાશ કર્યા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. રિપોર્ટ અનુસાર આનાથી અનાજની અછત સર્જાવાની ચિંતા વધી રહી છે અને સોશિયલ મીડિયા પર નારાજગી ફેલાઈ રહી છે. એક વાયરલ વીડિયોમાં ખેડૂતો પાકને ફેંકતા જોવા મળી રહ્યા છે કેમકે તેમને પોતાનો પાક વેચવા માટે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક અને રાજ્ય મીડિયાએ એ પણ જણાવ્યુ કે શેડોંગ અને હેનાન પ્રાંત જેવા મુખ્ય ઉત્પાદન વિસ્તારમાં શાકભાજીના ખેતરોનો નાશ કરવામાં આવી રહ્યો છે જેથી આગામી પાકની વાવણી માટે જગ્યા બનાવી શકાય. અનાજનું આ નુકસાન ચીનમાં લોકડાઉન છે ત્યારે થઈ રહ્યુ છે. ચીન અનાજની અછત અને પુરવઠામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે બીજિંગ અને શાંઘાઈ સહિતના કેટલાક શહેરોમાં કોવિડના કારણે લાગુ કરાયેલા પ્રતિબંધોનો વિરોધ શરૂ ગયો છે. 

ચીનમાં કોવિડ પ્રતિબંધોના કારણે શાકભાજીઓને બજાર સુધી લાવવામાં તકલીફ પડી રહી છે. શાકભાજી માટે કૃષિ કિંમતોમાં ઘટાડો આવી રહ્યો છે. સરકારે અધિકારીઓને અનાજ લઈ જતા વાહનોના માર્ગમાં ઓછા પ્રતિબંધ લાદવાનુ આહ્વાન કર્યુ જેથી ખેતરોની તાજી શાકભાજી હજારો ઘર સુધી પહોંચી શકે.

(6:10 pm IST)