Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

કેનેડામાં હાલમાં ગરમીનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું

નવી દિલ્હી: અમેરિકા અને કેનેડા હાલ ભૂતકાળમાં ક્યારેય ના પડી હોય તેવી અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે. કેનેડામાં અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે. જેણે ગરમીના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. બ્રિટિશ કોલંબિયામાં આવેલા લેયટ્ટોનમાં ગરમીએ 84 વર્ષનો જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. અહીં રવિવારે 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બીજા અનેક વિસ્તારોમાં પણ ભયંકર ગરમી પડી રહી છે. જેના કારણે લોકો માટે કૂલિંગ સ્ટેશન શરૂ કરવાની ફરજ પડી છે. જ્યાં આવી લોકો ગરમીથી રાહત મેળવી શકે. અમેરિકાની નેશનલ વેધર સર્વિસે આ ગરમીને ઐતિહાસિક ગણાવી છે. તેમની ધારણા છે કે આ અઠવાડિયામાં રેકૉર્ડબ્રેક ગરમી પડવાની શક્યતા છે. અમેરિકા અને કેનેડા બંનેએ તેમના નાગરિકોને ભયંકર ગરમી સામે ચેતવણી આપી છે અને કદાચ આવી ગરમી સમગ્ર અઠવાડિયા દરમિયાન પડી શકે છે.

(6:19 pm IST)