Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

એસ્ટ્રજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 45 સપ્તાહનો કરવામાં આવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: દેશમાં કોરોનાની વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો હંમેશા વિવાદના વિષય બની રહ્યો છે અને પ્રારંભમાં બે ડોઝ વચ્ચેનો સમયગાળો 28 દીવસ નિશ્ચીત કર્યા બાદ તબકકાવાર તે વધારીને હવે 12થી 16 સપ્તાહ એટલે કે પ્રથમ ડોઝના ઓછામાં ઓછા 84 દીવસ બાદ બીજો ડોઝ યોગ્ય ગણાશે અને આ સમયગાળાની શરીરમાં પુરતા એન્ટીબોડી બને છેતેવું નિશ્ચીત થયા બાદ હવે એક નવા અભ્યાસમાં બ્રિટનની ઓકસફર્ડ તથા અમેરિકાની એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરાયેલ વેકસીનના બે ડોઝ વચ્ચે હવે 45 સપ્તાહ અથવા તો 315 દિવસનો સમય વધુ પ્રભાવી રહેશે તેવું જાહેર થયું છે. ભારતમાં આ વેકસીન કોવિશિલ્ડના નામે આપવામાં આવે છે જે આ ફોર્મ્યુલાની જ વેકસીન છે. તબીબી અભ્યાસમાં જણાવ્યું છે કે વેકસીનના બે ડોઝ બાદ છ મહીના પછી ત્રીજો બુસ્ટર ડોઝ એ કોરોનાના કોઈપણ નવા વેરીએન્ટ સામે સુરક્ષા આપે છે અને તેનાથી શરીરમાં વધુ એન્ટીબોડી બન્યા છે. ઓકસફર્ડ વેકસીન ટ્રાયલના લીડ ઈન્વેસ્ટીગેટર પ્રો. એન્ડ્રયુ પોલાર્ડના જણાવ્યા મુજબ ડેટા દર્શાવે છેકે વ્યક્તિને લાંબો સમય કોરોનાના નવા નવા આવી શકતા વેરીએન્ટ સામે સુરક્ષિત રાખવા ત્રીજો બુસ્ટર ડોઝ જરૂરી છે. આ અંગે હજું વધુ અભ્યાસ અને માહિતીની જરૂર રહેશે. આ અભ્યાસમાં એવું જણાવ્યું કે પ્રથમ ડોઝ બાદ શરીરમાં જે એન્ટીબોડી બને છે તે એક વર્ષના સમયગાળા સુધી થોડી માત્રામાં બચે છે.

(6:20 pm IST)