Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે બે મોઢાવાળા સાપનો વિડીયો:જાણીને થશે સહુ કોઈને અચરજ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર છાશવારે જાનવરોના વીડિયો વાયરલ થતા રહે છે અને હાલ તો બે મોઢાના સાપનો એક વીડિયો ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં બે મોઢાનો સાપ બે ઉંદરને એક સાથે ગળી જવાની કોશિશ કરી રહ્યો છે. રૂવાડાં ઊભા કરી નાખતો આ ખૌફનાક વીડિયો જોઈને નબળા હ્રદયના લોકો ગભરાઈ શકે છે.

સાપના નામ બેન અને જેરી
વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલા સાપના બે માથા છે અને તેમના નામ બેન અને જેરી છે. બે મોઢાના આ ભયાનક સાપને એક સાથે બે ઉંદર ગળતા જોઈ શકાય છે.

કોણે બનાવ્યો વીડિયો
બે મોઢઆના આ સાંપનો વીડિયો સ્કેનબાઈટ્સ ટીવી નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયો છે. આ વીડિયો જાણીતા વીડિયો કન્ટે્ટ ક્રિએટર Brian Barczyk એ ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં શેર કર્યો છે અને લખ્યું છે કે બે માથાવાળા સાપ બેન અને જેરી ખાવાનું ખાય છે. હું મારા તમામ સાપો અને જાનવરોને મિસ કરી રહ્યો છું. પરંતુ જલદી ઘરે આવીશ. ત્યારબાદ બધા મળીને એડવેન્ચર કરીશું.

(5:34 pm IST)