Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જાપાને ઉડતી કારનું કર્યું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: હૉલીવુડ અભિનેતા રૉબિન વિલિયમ્સની 1997ની ફિલ્મ ફ્લબરમાં ઉડતી કારનું એક દ્રશ્ય છે. જેને હકીકતમાં થતુ જોવા દરેક ઈચ્છે છે અને હવે સપનુ સાચુ થતુ જોવા મળી રહ્યુ છે. જાપાનની સ્કાઈડ્રાઈવ ઈન્કે એક વ્યક્તિ સાથે પોતાની ઉડતી કારનું સફળ પરીક્ષણ કર્યુ છે.

 

           કંપનીએ આનો એક વીડિયો બતાડ્યો, જેમાં એક મોટરસાઈકલ જેવુ વાહન જેમાં લાગેલા પ્રોપેલેન્ટે તેને જમીનથી કેટલાય ફૂટ (એકથી બે મીટર) ની ઉંચાઈ પર ઉડાડ્યુ. મોટરસાઈકલ એક નિશ્ચિત વિસ્તારમાં ચાર મિનિટ સુધી હવામાં રહી. સ્કાઈડ્રાઈવની પરિયોજનાના પ્રમુખ તોમોહિરો ફુકુજાવાએ કહ્યુ કે તેમને 2023 સુધી ઉડતી કારના વાસ્તવિક ઉત્પાદક તરીકે ઉભરી આવવાની આશા છે.

(6:18 pm IST)