Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

બિલાડીની સારવાર માટે વપરાતી એન્ટીવાયરલની દવા કોરોનામાં પણ થઇ શકે છે ઉપયોગી

નવી દિલ્હી: કોવિડ-19ની સારવાર માટે એક નવી સંભવિતતાનો સંકેત આપતા એક અભ્યાસ અનુસાર બિલાડીઓમાં થતી જીવલેણ બીમારીની સાવાર માટે વપરાતી એક દવા કોરોના વાઈરસની સારવાર માટે અસરકારક નીવડી શકે છે.

     દવા માનવીમાં કારગત નીવડે તેવી શકયતા છે, આથી તે કોવિડ-19ના દર્દીઓ માટે એક અસરકારક એન્ટીવાઈરલ સારવાર બની રહેશે, તેવું અમને ઉતેજન મળ્યું છે, તેમ યુનિવર્સિટી ઓફ એલ્બર્યા ખાતે બાયોકેમીસ્ટ્રીના પ્રોફેસર જોઆન લેમીકસે જણાવ્યું હતું. વિજ્ઞાનીઓએ નોંધ્યું હતું કે દવા વાઈરસની નકલ કરવાની ક્ષમતામાં હસ્તક્ષેપ કરે છે અને આથી તે સંક્રમણને નાથવામાં મદદરૂપ નીવડી શકે છે.

(6:19 pm IST)