Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઓસ્ટ્રેલિયાના એક શખ્સને 5 કરોડની લોટરી લાગતા કરી નાખ્યું આ કામ

નવી દિલ્હી: કહેવાય છે ને કે ‘ઉપર વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે’ માણસની કિસ્મત ક્યારે બદલાઇ જાય કઇં કઇ નક્કી નથી હોતુ. આ જ કારણ છે કે લોકો લોટરીની ટિકીટો ખરીદતા હોય છે. એ આશામાં કે ક્યારેક એમના પણ નસીબ બદલાઇ જશે. તેવામાં જો કોઇ વ્યક્તિની 5 કરોડની લોટરી લાગી જાય તો તેની ખુશીનો કોઇ પાર નથી રહેતો. તરત જ તે વ્યક્તિ પ્લાન અને લિસ્ટ બનાવવાનું શરૂ કરશે કે આ પૈસાને ખર્ચ ક્યાં કરવા ?

પરંતુ ઓસ્ટ્રેલિયાના એક વ્યક્તિને જ્યારે 5 કરોડની લોટરી લાગી તો તેણે એવું કઇંક કર્યુ કે જેને જાણીને સૌ કોઇ ચોંકી ગયા. આ લોટરીના બધા જ રૂપિયા તેણે અજાણી વ્યક્તિઓને દાન કરી દીધા. એક અહેવાલ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાઇ વ્યક્તિ પીટર ચાર્લટને ટૈટ્સ લોટ્ટો લોટરી જીતી લીધી. આ લોટરીમાં તેને 5 કરોડ રૂપિયા મળ્યા છે. આટલી મોટી રકમ હાથમાં આવતા તેનું મન બદલાઇ ગયુ અને તેણે આ પૈસા દાન કરી દીધા. તેણે કહ્યુ કે, હુ આટલી મોટી રકમ પાસે રાખવા માટે સહજતા નથી અનુભવી રહ્યો. આ પૈસાને આર્થિક અને ભાવનાત્મક રૂપથી સંઘર્ષ કરતા લોકોને દાન કરી દીધા. લોટરી વિજેતાએ લૉકડાઉન દરમિયાન 5 કરોડ રૂપિયા મિત્રો અને અજાણ્યા લોકો વચ્ચે દાન કરી દીધા. ચાર્લટને જણાવ્યુ કે તેનો ઉદ્દેશ્ય પૈસાથી છુટકારો મેળવવાનો હતો એ પહેલા કે લોકોને ખબર પડે કે તેણે લોટરી જીતી છે અને હવે તે સોનાની ખાણ પર બેઠો છે.

(6:39 pm IST)