Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

લગ્ન પછી પાર્ટનરને દગો આપવાના મામલામાં આયરલેન્ડના લોકો આખી દુનિયામાં સૌથી આગળ

દગાના મામલામાં જર્મનીનું નામ બીજા નંબરે આવે છે : ગ્લોબલ અભ્યાસમાં કોલંબિયા ત્રીજા નંબર, ફ્રાંસ ચોથા અને યુકે પાંચમાં નંબરે છે

નવી દિલ્હી,તા. ૩૦: પાર્ટનરને દગો આપવાના મામલામાં આયરલેન્ડના લોકો આખી દુનિયામાં સૌથી આગળ છે. આ ખુલાસો કનેડાની એક મેરિડ ડેટિંગ સાઈટના સર્વેમાં થયો. અભ્યાસ પ્રમાણે, આયરલેંડમાં દર પાંચમાંથી એક લોકો પોતાના લાઈફ પાર્ટનરને દગો આપે છે. દગાના મામલામાં જર્મનીનું નામ બીજા નંબર પર આવે છે. અહીંના ૧૩ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તે રોજ પોતાના લાઈફ પાર્ટનરને દગો આપે છે. આ ગ્લોબલ અભ્યાસમાં કોલંબિયા ત્રીજા નંબર પર છે, ફ્રાંસ ચોથા અને યુકે પાંચમાં નંબર પર છે. આ એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના સર્વેમાં વધારે પડતા લોકોએ સ્વીકાર કર્યો છે કે તે પોતાના લાઈફ પાર્ટનરના અફેર્સ વિશે જાણતા હોવા છતા તેમને માફ કરી દેશે. અભ્યામાં દગાની જાણ થવા પર મહિલાઓની તુલનામાં પુરૂષોએ વધુ પ્રમાણમાં પોતાના પાર્ટનરને માફ કરી.

અભ્યાસના ડેટાના આધારે દગો મળ્યા પછી વધુ પડતી મહિલાઓ પોતાના પાર્ટનર પર પહેલાંની જેમ આંખ બંધ કરીને ભરોસો કરી શકતી નથી. ૮૦ ટકા પુરૂષ અને ૮૫ ટકા મહિલાઓને તેમના પાર્ટનરે અફેર્સ માટે માફ કર્યા છે. સર્વેમાં એ પૂછવામાં આવ્યું કે શું તમે પાર્ટનરને તેના અફેર માટે માફ કરી દેશો તો ૮૬ ટકા પુરૂષોએ 'હા'માં જવાબ આપ્યો જયારે ૮૨ ટકા મહિલાઓએ 'ના'માં જવાબ આપ્યો. મહિલાઓ અને પુરૂષના વિચારોમાં રહેલા મતભેદ પર મનોવૈજ્ઞાનિકોની અલગ સલાહ છે.

મનોચિકિત્સકનું કહેવું છે કે અફેરની જાણકારી થતા પુરૂષ એ બાબતે વધુ ધ્યાન રાખે છે કે તેની પાર્ટનરનું ફિઝિકલ અટેચમેન્ટ કેટલું રહ્યું છે. જયારે મહિલાઓ એ જાણવામાં વધુ ધ્યાન રાખે છે કે તેના પાર્ટનરનો બીજી મહિલા સાથે ભાવનાત્મક લગાવ કેટલો છે. ભાવનાત્મકરૂપથી દગો મળવા પર મહિલાઓ અને ફિઝિકલ ઈંટિમેસી થવા પર પુરૂષો પોતાના પાર્ટનરને સરળતાથી માફ નથી કરી શકતા. અભ્યાસ પ્રમાણે, દુનિયામાં લોકડાઉન છે તે છતાં પ્રેમ અને દગાના આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.

સર્વેમાં સૌથી વધારે લોકોએ સ્વીકાર્યું કે તે એક મહિનામાં બે અલગ- અલગ લોકો સાથે સબંધ બાંધે છે. તો અમુક લોકોનું એવું પણ કહેવું હતું કે તેઓ પોતાના ગુપ્ત પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારનો યૌન સબંધ રાખતા નથી. આ ગ્લોબલ સ્ટડી ડેટિંગ સાઈટના ૩૦૦૦ સદસ્યો પર કરવામાં આવી છે.

(10:28 am IST)
  • રાજ્યની કોલેજો અને યુનિવર્સિટી માટે જૂન સુધી વેકેશનની જાહેરાત : ગુજરાત રાજયની કોલેજો અને યુનિવર્સિટીમાં આવતીકાલ શનિવાર તા.૧ મે ૨૦૨૧ થી ૫ જૂન ૨૦૨૧ સુધી વેકેશનની જાહેરાત રાજયના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. access_time 8:12 pm IST

  • જાણીતા ન્યુઝ એન્કર રોહિત સરદાનાનું કોરોનાથી દુઃખદ નિધન : પત્રકાર જગત સ્તબ્ધ દેશના જાણીતા પત્રકાર અને ન્યુઝ એન્કર રોહિત સરદાનાનું કોરોનાના લીધે દુઃખદ નિધન થયુ છે : તેઓ આજ તક ચેનલમાં એન્કર તરીકે સેવા આપી રહ્ના હતા : તેઓએ ઘણા સમય સુધી ઝી ન્યુઝમાં પણ સેવા આપી હતી : રોહિત સરદાનાના દુઃખદ નિધનના સમાચાર આવતા જ પત્રકાર જગતમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે access_time 1:35 pm IST

  • રાજકોટ એસટીમાં કોરોનાના કારણે ટ્રાફીક માંડ ૨૦% હોય આજે વધુ ૮૦ રૂટ બંધ કરાયા : ૪ દિવસમાં કુલ ૨૮૦ રૂટ બંધ : ૬૦%થી વધુ લોકલ બસ રૂટ પણ બંધ : સુરત અને નાથદ્વારા - શીરડીની પણ બસો આજથી બંધ કરી દેવાઈ access_time 10:18 am IST