Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કેનેડાની એક મેરિડ ડેટિંગ સાઈટના સર્વેમાં થયેલ ખુલાસા મુજબ આર્યલેન્ડમાં દર પાંચમાંથી એક શખ્સ પોતાના પાર્ટનરને આપે છે દગો

નવી દિલ્હી: પાર્ટનરને દગો આપવાના મામલામાં આયરલેન્ડના લોકો આખી દુનિયામાં સૌથી આગળ છે. આ ખુલાસો કનેડાની એક મેરિડ ડેટિંગ સાઈટના સર્વેમાં થયો. અભ્યાસ પ્રમાણે, આયરલેંડમાં દર પાંચમાંથી એક લોકો પોતાના લાઈફ પાર્ટનરને દગો આપે છે. દગાના મામલામાં જર્મનીનું નામ બીજા નંબર પર આવે છે. અહીંના 13 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તે રોજ પોતાના લાઈફ પાર્ટનરને દગો આપે છે. આ ગ્લોબલ અભ્યાસમાં કોલંબિયા ત્રીજા નંબર પર છે, ફાંન્સ ચોથા અને UK પાંચમાં નંબર પર છે. આ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના સર્વેમાં વધારે પડતા લોકોએ સ્વીકાર કર્યો છે કે તે પોતાના લાઈફ પાર્ટનરના અફેર્સ વિશે જાણતા હોવા છતા તેમને માફ કરી દેશે. અભ્યામાં દગાની જાણ થવા પર મહિલાઓની તુલનામાં પુરૂષોએ વધુ પ્રમાણમાં પોતાના પાર્ટનરને માફ કરી.

         અભ્યાસના ડેટાના આધારે દગો મળ્યા પછી વધુ પડતી મહિલાઓ પોતાના પાર્ટનર પર પહેલાંની જેમ આંખ બંધ કરીને ભરોસો કરી શકતી નથી. 80 ટિકા પુરૂષ અને 85 ટકા મહિલાઓને તેમના પાર્ટનરે અફેર્સ માટે માફ કર્યા છે. સર્વેમાં એ પૂછવામાં આવ્યું કે શું તમે પાર્ટનરને તેના અફેર માટે માફ કરી દેશો તો 86 ટકા પુરૂષોએ 'હા'માં જવાબ આપ્યો જ્યારે 82 ટકા મહિલાઓએ 'ના'માં જવાબ આપ્યો. મહિલાઓ અને પુરૂષના વિચારોમાં રહેલા મતભેદ પર મનોવૈજ્ઞાનિકોની અલગ સલાહ છે.

(5:27 pm IST)