Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં રહેતા શખ્સે પોતાની પસંદગીના ચોખા ખરીદવા માટે નજીકના શહેરમાં મોકલાવ્યું હેલીકૉપટર

નવી દિલ્હી: કોરોના મહામારીએ વિશ્વના ઘણા દેશોમાં ભયંકર વિનાશ સર્જ્યો છે. આવી સ્થિતિમાં, લોકો તેમના જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ, કોરોનાને કારણે, ઘણા લોકો બે વખતનું જમવાની પણ વ્યવસ્થા કરી શકતા નથી. આ પ્રકારના વિકટ સ્થિતિમાં પણ વિશ્વમાં એવા ધનાઢ્યો છે જે પોતાના શોખ અને પસંદ માટે પૈસા ખર્ચવામાં જરાય પાછા નથી વળતા. મલેશિયામાં એક ધનિકે પોતાની પસંદગીના ચોખા લેવા માટે ખાસ હેલિકોપ્ટર મોકલ્યા હતા. રિપોર્ટ પ્રમાણે મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં રહેતા એક વ્યક્તિએ પોતાની પસંદગીના ચોખા મંગાવ્યા હતા. આ ચોખા માટે તેણે નજીકના શહેરમાં હેલિકોપ્ટર મોકલ્યું હતું અને 36 પેકેટ મંગાવ્યા હતા. હેલિકોપ્ટરને ચોખા લાવવા માટે 160 કિલોમીટરની યાત્રા કરી હતી.

જો કે આ ઘટનાની જાણ થયા બાદ સમગ્ર દેશમાં તેની ટીકા થઇ રહી છે. ઉપરાંત આ ઘટનાને કોરોના માટેના નિયમોનું ઉલ્લંઘન ગણાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર હાલ આ હેલિકોપ્ટરની તસવીરો વાયરલ થઇ રહી છે અને લોકો પૂછી રહ્યા છે કે, જ્યારે લોકોને બે ટાઇમ ખાવાના ફાંફા છે ત્યારે કોઇ આવું કેવી રીતે કરી શકે.

(6:27 pm IST)