Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

આ દેશમાં 60 વર્ષથી વધુ વયના લોકોને ફાઇઝરનો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. કોરોનાનું સંક્ર્મણ ફેલાવતા ડેલ્ટા વેરિઅન્ટના સંક્ર્મણને રોકવા માટે વિશ્વના આ દેશ દ્વારા સિનિયર સિટિઝનને Covid-19 વેક્સીનનો બુસ્ટર ડોઝ લગાવવામાં આવશે. ઇઝરાયેલ(israel) હવે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ફાઇઝર/બાયોટેકનો COVID-19 રસીનો ત્રીજો ડોઝ આપવાનું શરૂ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, રસીનો ત્રીજો ડોઝ તે લોકોને આપવામાં આવશે, જેમણે ઓછામાં ઓછું પાંચ મહિના પહેલા બીજો ડોઝ મેળવ્યો હતો. ઇઝરાઇલે વિશ્વમાં રસીકરણના પ્રારંભિક તબક્કામાં અગ્રેસરની ભૂમિકા નિભાવી હતી. ઇઝરાયલમાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં દેશના સિનિયર સિટિઝનને સૌથી પહેલા રસી આપી હતી. કારણ કે વૃદ્ધોમાં કોરોના સંક્ર્મણનું જોખમ સૌથી વધુ છે, પરંતુ આરોગ્ય મંત્રાલયે ડેલ્ટા વેરિએન્ટના સંક્ર્મણ સામે રસીના 2 ડોઝની અસરકારકતામાં ઘટાડો નોંધાવ્યો છે. ગંભીર પરિસ્થિતિઓ સામે તેની રોગપ્રતિકારક શક્તિમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે. ઇઝરાયેલમાં રસીકરણ બૂસ્ટર અભિયાનની ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત થવાની ધારણા છે.

(6:28 pm IST)