Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

આ ફળોને ખાવાથી થઇ છે યાદશક્તિમાં વધારો

નવી દિલ્હી: આહારમાં રંગબેરંગી ફળો અને શાકભાજીઓનું સેવન વૃદ્ધાવસ્થામાં યાદદાસ્તની ઉણપથી બચાવે છે આટલું જ નહીં રોજ માત્ર અડધી મોસંબી ખાવાથી પણ મગજ સ્વસ્થ રહે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે ફળનું સેવન માનસિક તબીયતને સ્વસ્થ રાખે છે. અધ્યયન દરમિયાન મગજ પર મોસંબીના સેવનથી થનારી અસરની તપાસ કરવામાં આવી હતી, જેમાં જોવા મળ્યું હતું કે મોસંબીમાં મોજૂદ એન્ટી ઓકિસડેન્ટ મગજની તબીયતમાં કારગત છે. દરરોજ અડધી મોસંબી ખાવાથી માનસિક તબીયતમાં 30 ટકા સુધારો કરવામાં સફળતા મળી હતી. 50000 મહિલાઓ અને પુરુષો પર કરાયું હતું અધ્યયન: અધ્યયનમાં એ પણ જોવા મળ્યું કે જે લોકોએ જીવનમાં મોડેથી આ ફળોનું સેવન કરેલું, તેમને પણ યાદદાસ્તમાં લાભ થયો હતો. હાર્વર્ડ વિશ્ર્વ વિદ્યાલયના સંશોધકોએ 20 વર્ષ સુધી 50 હજાર મહિલાઓ અને પુરુષો પર આ અધ્યયન કરાયું હતું. તેમાં ફળોનું સેવન કરવા અને યાદદાસ્ત સંબંધી યોગ્યતા સાથે જોડાયેલા પ્રશ્ર્નો પૂછવ્યા હતા.

 

(6:29 pm IST)