Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવાના પ્રયાસમાં આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું

શ્રેષ્ઠ ચાઇનીઝ ફૂડની શોધમાં આ કાકા છેલ્લાં ૪૦ વર્ષથી વિવિધ રેસ્ટોરાંની મુલાકાત લઈ ચૂકયા છે

ન્યુયોર્ક,તા. ૨૯: ઈશ્વરે પૃથ્વી પર અનાજ ઉત્પન્ન કર્યું જેથી માનવી જીવી શકે, પણ આ પૃથ્વી પર કેટલાક એવા પણ માનવો છે જેઓ જીવવા માટે ખાતા નથી, પરંતુ ખાવા માટે જ જીવે છે. અમેરિકાનો ૭૨ વર્ષનો આ વૃદ્ઘ આ જ શ્રેણીમાં ગણી શકાય. શ્રેષ્ઠ ચાઇનીઝ ફૂડની શોધમાં આ કાકા છેલ્લાં ૪૦ વર્ષથી વિવિધ રેસ્ટોરાંની મુલાકાત લઈ ચૂકયા છે.

લોસ એન્જલસના ડેવિડ આર. ચાને તેની પ્રત્યેક રેસ્ટોરાંની મુલાકાતની વિગતવાર નોંધ દર્શાવતી સ્પ્રેડશીટ તૈયાર કરી છે, જેને તેઓ અમેરિકામાં બદલાતી ચીની ઇમિગ્રન્ટ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ ગણાવે છે. ડેવિડ થર્ડ જનરેશન ચાઇનીઝ અમેરિકન છે.

વિવિધ રેસ્ટોરાંમાં ફરવા પાછળનો તેમનો મૂળ હેતુ લોસ એન્જલમાં ઓથેન્ટિક ચાઇનીઝ રેસ્ટોરાંનું ખાણું ચાખવાનો હતો. એ માટે તેઓ ન્યુ યોર્ક, સેન ફ્રાન્સિસ્કો, મિસિસિપી એમ લગભગ પ્રત્યેક સ્થળોએ ફર્યા હતા. ૧૯૯૦માં પોતાનું કમ્પ્યુટર વસાવ્યા બાદ તેમણે કરેલાં તમામ સંશોધનોને જે-તે રેસ્ટોરાંના ફૂડના ફોટો સાથે ઇન્સ્ટાગ્રામ પર મૂકયાં છે. આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું છે.

(9:56 am IST)