Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર

નવી દિલ્હી: કોસ્ટા રિકામાંથી રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં તાજેતરમાં જ 8 વર્ષનું એક બાળક મગરનો શિકાર થઈ ગયો. મૃતક પોતાના માતા-પિતા સાથે નદી કિનારે માછલી પકડવા માટે ગયો હતો ત્યારે આ દર્દનાક ઘટના ઘટી. ખૂંખાર શિકારી જાનવરે માતા-પિતાની સામે જ બાળકનું નિર્દયતાથી મોત નીપજાવ્યુ. મગરે પહેલા બાળકનું માથુ ધડથી અલગ કરી દીધુ પછી નદીના ઊંડાણમાં લઈ ગયો. આ ઘટના 30 ઓક્ટોબરની છે. જ્યારે જૂલિયો ઓટેરો ફર્નાંડીઝ નામનું બાળક પોતાના માતા-પિતા અને ચાર ભાઈ-બહેનો સાથે લિમોનમાં ફિશિંગ ટ્રિપ પર ગયુ હતુ. મોતથી અજાણ જૂલિયો મટીના નદીમાં ઘૂંટણસમા પાણીમાં ઉતરીને રમવા લાગ્યો. ત્યારે એક વિશાળકાય મગરે તેની પર હુમલો કરી દીધો. એક વ્યક્તિએ જણાવ્યુ કે બાળક પાણીમાં રમી રહ્યુ હતુ. ત્યારે એક મગરે તેને નીચે પછાડ્યો અને તેના માથાને ધડથી અલગ કરી દીધુ. ભયથી ગભરાયેલા જૂલિયોના માતા-પિતા લાચાર થઈને જોતા રહ્યા અને મગર પુત્રને પાણીની અંદર ખેંચીને લઈ ગયો. બાળકના પિતાએ જણાવ્યુ કે એક કલાક બાદ ફરીથી મગર બહાર દેખાયો ત્યારે પણ તેણે મારા પુત્રના શરીરને જડબામાં દબોચેલુ હતુ. દંપતી ચાર વર્ષ પહેલા જ કેળાના બગીચામાં કામ કરવા માટે પોતાના મૂળ નિવાસ નિકારાગુઆથી કોસ્ટા રિકામાં શિફ્ટ થયા હતા. આ ઘટનાએ તેમને એટલા ડરાવી દીધા છે કે તેઓ પોતાના બાળકોને લઈને નિકારાગુઆ પાછા ફરવાનો વિચાર કરી રહ્યા છે. 

(6:17 pm IST)