Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

આ દેશમાં નથી એક પણ સ્ટ્રીટ ડોગ

નવી દિલ્હી: શહેરી વિસ્તારોમાં વહેલી સવારે મોર્નિગ વોક માટે નિકળનારા કેટલાક સ્ટ્રીટ ડૉગથી ચેતીને ચાલતા રહે છે. ડૉગે બાઇટ કર્યુ હોવાની ઘટનાઓ વધતી જાય છે. ૨૦૧૨માં ૩૦ લાખ લોકોને જયારે ૨૦૨૨ સુધીમાં ૬૦ લાખ લોકોને કુતરા કરડયા છે. ડૉગથી ડરવાનું સૌથી મોટું કારણ રેબીઝ (હડકવા) વાયરસ છે.  ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઇન્ડેક્ષના જણાવ્યા અનુસાર લગભગ ૬ કરોડ ડોગ સાથે ભારત બીજા ક્રમે છે જયારે ૭ કરોડ ડોગ સાથે ચીન બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે અમેરિકામાં ૪.૮ કરોડ ડોગ છે જયારે મેકસિકોમાં ૭૪ લાખ આવારા ડોગ છે. બ્રિટનમાં માત્ર ૧૧ હજાર સ્ટ્રીટ ડોગ છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે નેધરલેન્ડ એક માત્ર એવો દેશ છે જયાં રોડ પર એક પણ સ્ટ્રીટ ડૉગ્સ દેખાતા નથી. નેધરલેન્ડના આ મોડેલને અપનાવવા જેવું છે. એક સમય એવો હતો કે નેધરલેન્ડમાં ડૉગ્સની સંખ્યા વધારે હતી.   સારી નસ્લના ડૉગ રાખવા એ અમીરો માટે  પ્રતિષ્ઠાની નિશાની ગણાતી જયારે સામાન્ય લોકો ખેતરો અને ઘરની રખેવાળી માટે શ્વાનપાલન કરતા. ૧૯ મી સદીમાં રેબીઝ બીમારીથી હજારો લોકોના મોત થતા હાહાકાર મચી ગયો.રેબીઝ (હડકવા ) વાયરસ દ્વારા ફેલાતો સંસર્ગજન્ય રોગ છે. જેની અસર  ચેતાતંત્ર પર થાય છે. આ રોગથી પીડિત કુતરું કરડવાથી માનવીમાં તેનો ફેલાવો થાય છે. રેબીઝ ફેલાતા ડચ જ નહી વેપાર માટે આવતા વિદેશીઓ પણ ભોગ બન્યા. ડરી ગયેલા વેપારીઓ કૂતરાં કરડવાના ડરથી નેધરલેન્ડ આવતા અટકી ગયા. હડકવા માટે જવાબદાર ગણાતા શેરી કૂતરાઓને કાબુમાં કરવા એ જ  એક માત્ર ઉપાય હતો. ઘરમાં કૂતરા પાળતા લોકોએ રેબીઝથી ગભરાઇને કૂતરા શેરીઓમાં છોડી મુકયા.

 

(6:33 pm IST)