Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઇઝરાયલ એરફોર્સનો ઈરાનમાં હુમલો

નવી દિલ્હી: ઇઝરાયેલ એરફોર્સે ફરી એક વખત ઇરાનની અંદર ઘૂસીને વિનાશ વેર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇઝરાયેલે પોતાના સૌથી મોટા શત્રુને નિશાન બનાવવા માટે કિલર ડ્રોન વિમાન મોકલ્યા હતાં. આ ઇઝરાયેલી ડ્રોન વિમાનોએ ઇસ્ફહાન શહેરમાં આવેલ ઇરાનની ડ્રોન ફેક્ટરી પર જોરદાર હુમલો કર્યો હતો તેમ અમેરિકાના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઇઝરાયેલે આ જોરદાર હુમલો અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએના વડાની મુલાકાત પછી કર્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇઝરાયેલના આ હુમલાની મોટી અસર રશિયા સુધી પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન પર હુમલા માટે રશિયા મોટા પાયે ઇરાન પાસેથી ડ્રોન ખરીદી રહ્યું છે. આ અગાઉ ઇઝરાયેલે સ્પષ્ટ કરી દીધું છે કે તે રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેની સેનાના શસ્ત્રોનું સપ્લાય કરશે નહીં. વાસ્તવમાં ઇઝરાયેલ સીરિયામાં સતત હુમલા કરી રહ્યું છે જ્યાં રશિયન હાજર છે અને તેણે ત્યાં મોટા પાયે ઘાતક શસ્ત્રો તૈનાત રાખ્યા છે. રશિયાની મદદ વગર ઇઝરાયેલ સીરિયામાં ઇરાની સેનાને નિશાન બનાવી શકે તેમ નથી. ઇઝરાયેલે આ હુમલાથી એ પણ સ્પષ્ટ થયું છે કે તે ઇરાને યુક્રેન યુદ્ધથી કમાવવાની તક આપતા નથી.

(6:54 pm IST)