Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

રાત્રે સુતા સમયે અંધારામાં ફોનનો વપરાશ જોખમી સાબિત થઇ શકે છે

નવી દિલ્હી: સ્માર્ટફોનનો દુનિયામાં વપરાશ સતત વધતો જાય છે ત્યારે તેની સાથે આંખોના નંબરને લગતી તકલીફ પણ વધી રહી છે. લંડનમાં થયેલા એક સર્વેમાં પણ આ જાણવા મળ્યું હતું. એક માહિતી મુજબ સરેરાશ ૨૫ વર્ષની ઉંમર ધરાવતા યુવાનો એક દિવસમાં ૪૫ વખત મોબાઇલનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન ઉપરાંત કમ્પયૂટર,ટેબલેટ્સ અને ફલેટ સ્ક્રિન વાળી ટીવીનો વધુ વપરાશ વધવાથી આંખોને નુકસાન થઇ રહયું છે. આંખો કમજોર પડવાની બે તાલા ગણાતી સમસ્યા હવે ૪૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સુતી વખતે અંધારામાં મોબાઇલનો વપરાશ પણ આંખોને વધુ નુકસાન કરે છે. આંખોની દ્રષ્ટી જયારે અંધારા પરથી સીધી સ્ક્રિન લાઇટ પર પડે ત્યારે આંખો ખેંચાતી હોવાની ફરિયાદો પણ વધી રહી છે. ખાસ કરીને ફોનની સ્ક્રિન માંથી નિકળતો બ્લ્યુ પ્રકાશ આંખોને આંતરિક નુકસાન કરે છે. કેટલાક ફોનની સ્ક્રિન માંથી ફેંકાતો પારજાંબલી પ્રકાશ પણ ખતરનાક છે.સંશોધકોનું માનવું છે કે બ્લ્યુ કિરણોથી મૈક્યુલર ડી જનરેશનનું જોખમ વધી જાય છે.જેનાથી કાયમી અંધાપો પણ આવી શકે છે. સ્ક્રીનમાંથી નિકળતી લાઇટની મૂડ પર પણ વિપરીત અસર થાય છે.

 

(6:58 pm IST)