Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ઘટી રહેલ જનસંખ્યાથી ચીને હવે ત્રણ બાળકો કરવાની મંજૂરી આપી

 

નવી દિલ્હી: ચીનના તંત્રએ દેશમાં સતત વૃદ્ધ થઈ રહેલી વસ્તીથી પરેશાન થઈને હવે પોતાના નાગરિકોને ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે, દેશની વૃદ્ધ વસ્તીને જોતા બાળકો પેદા કરવાના નિયમમાં ઢીલ આપવામાં આવી છે. ઐતિહાસિક નિર્ણય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં લેવામાં આવ્યો છે. સિન્હુઆએ જણાવ્યું કે, શી જિનપિંગની અધ્યક્ષતામાં પોલિસ બ્યૂરોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં ચીનની વસ્તી 2019ની તુલનામાં 0.53 ટકા વધીને 1.41178 અબજ થઈ ગઈ છે. 2019માં વસ્તી 1.4 અબજ હતી. પરંતુ તેમાં આગામી વર્ષની શરૂઆતથી ઘટાડાનું અનુમાન છેચીનની સરકાર તરફથી મંગળવારે જારી કરવામાં આવેલી સાતમી રાષ્ટ્રીય જનસંખ્યા જણગણના અનુસાર, ચીનના બધા 31 પ્રાંત, સ્વાયત્ત ક્ષેત્ર અને નગરપાલિકાની વસ્તી 1.41178 અબજ હતી.

(6:09 pm IST)