Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રશિયા-પાકિસ્તાન વચ્ચે સંબંધ થઇ રહ્યા છે મજબૂત:ગેસ પાઈપલાઈનના નિર્માણ માટે સમજૂતી થઈ

નવી દિલ્હી: રશિયા અને પાકિસ્તાન વચ્ચે સંબંધો મજબૂત થઈ રહ્યા છે, જે ભારત માટે ચેતવણીજનક બની શકે છે. એપ્રિલમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઊર્જા ક્ષેત્રમાં મદદ પૂરી પાડવાની સાથે પાકિસ્તાનને વિશેષ સૈન્ય ઉપકરણો પૂરા પાડવાનું આશ્વાસન આપ્યું હતું. હવે રશિયાએ પાકિસ્તાનની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટેના એક કરારને લીલી ઝંડી આપી દીધી છે.

            રશિયા અને પાકિસ્તાન વચ્ચે એક ગેસ પાઈપલાઈનના નિર્માણ માટે સમજૂતી થઈ છે. અમેરિકાએ ભારતના પડોશી રાષ્ટ્રને સુરક્ષા સહાય પૂરી પાડવાનો ઈનકાર કરી દીધો છે તેવા સમયે રશિયા અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાર થઈ રહ્યા છે. રશિયા અને પાકિસ્તાને 'પાકિસ્તાન સ્ટ્રીમ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન'ના નિર્માણ માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છેરશિયાના ઊર્જા મંત્રાલયે જણાવ્યું કે રશિયાના ઊર્જા મંત્રી નિકોલાઈ શુલગિનોવ અને મોસ્કોમાં પાકિસ્તાનના રાજદૂત શફકત અલી ખાને એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

(6:12 pm IST)