Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કેલિફોર્નિયાના પેલેઓંટોલોજિસ્ટે એક અનોખો નકશો બનાવ્યો:જોઈ શકાશે 75 કરોડ વર્ષ પહેલાનું શહેર

નવી દિલ્હી: કેલિફોર્નિયાના પેલેઓંટોલોજિસ્ટે એક ઇન્ટરેક્ટિવ નકશો બનાવ્યો છે જેમાં જોઈ શકાશે કે 75 કરોડ વર્ષ અગાઉ તેમનું શહેર કેવું દેખાતું હતું તેમજ કેટલા મહાદ્વીપોને પાર કરી ગયું છે. ઇયાન વેબસ્ટર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ ઓનલાઇન નકશામાં ઘણા બધા ટુલ્સ છે જે પૃથ્વી વિષે વધુ રિસર્ચ કરવું સરળ બનાવે છે. જેમ કે અહીં પહેલા સરીસૃપ રહેતા હતા અથવા તો પ્રથમ ફૂલ ખીલ્યું હતું.

           30 વર્ષીય વેબસ્ટરે જણાવ્યું હતું કે દર્શાવે છે કે આપણું પર્યાવરણ ગતિશીલ છે અને બદલાઈ શકે છે. પૃથ્વીનો ઇતિહાસ આપણે વિચારી શકીએ છીએ તેનાથી વધુ લાંબો છે પ્લેટ ટેકટોનિક્સ અને મહાખંડોની વર્તમાન વ્યવસ્થા સમયનો એક અકસ્માત છે. ભવિષ્યમાં ઘણું અલગ હશે અને પૃથ્વી આપણાં તમામને નષ્ટ કરી શકે છે.

(6:42 pm IST)