Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

બ્રિટનના આ શખ્સે ઉગાડયું 18 ઈંચનો વ્યાસ ધરાવતું ટામેટું

નવી દિલ્હી: ડગ્લસ સ્મિથ નામના 42 વર્ષના માળીએ 18 ઇંચનો પરિઘ ધરાવતું મસમોટું ટમેટું ઉગાડયું છે. છોડ આટલા મોટા ટમેટાને ઝીલી શકે માટે લેડીઝ લેગિંગ્સની પટ્ટીની દોરી બનાવીને છોડને ટેકો આપ્યો અને આખરે તેની મહેનત ફળી અને ઉગ્યું જબરદસ્ત મોટું ટમેટું. ટમેટાનું વજન 3.12 કિલો છે અને એનો ઘેરાવો લગભગ 18 ઇંચ છે. ટમેટાને બ્રિટનના સૌથી મહાકાય ટમેટાનો ખિતાબ મળ્યો હતો.

         પહેલાંનો રેકોર્ડ પીટર ગ્લેઝબ્રુકના નામે હતો જેમણે ત્રણ કિલો વજનનું ટમેટું ઉગાડયું હતું.પોટમાં ઉગાડવામાં આવ્યાં હોવાથી ડગ્લસ સ્મિથનાં ટમેટાં વધુ સુંદર હતા.એને મહાકાય બનાવવા માટે ડગ્લસે ખાસ મિનેસોટાના લેરી હિલ નામના ઉત્પાદક પાસેથી બિયારણ મેળવ્યું હતુ. ઉત્પાદકના બિયારણથી મહાકાય શાકભાજી ઉગી શકે છે. સ્મિથે તેના ટમેટાના પ્લાન્ટને લગભગ બે મહિના સુધી દિવસમાં એક વાર પ્રવાહી સિવિડ સાથે ભળેલું પાણી સીંચ્યું હતુ.

(6:44 pm IST)
  • નોટબંધી ,જીએસટી ,અને લોકડાઉન ,અંગેના ખોટા નિર્ણયોનો દોષનો ટોપલો ઈશ્વર ઉપર : છેલ્લા 4 મહિનામાં 2 કરોડ લોકોની નોકરી ગઈ : મોદી સરકાર ઉપર રાહુલ ગાંધીના પ્રહારો access_time 12:19 pm IST

  • ૩૦ સપ્ટેમ્બરથી ભારતથી ઉપડનારી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ઉપરનો પ્રતિબંધ લંબાવાયો : ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશનનો આદેશ access_time 12:55 pm IST

  • દેશમાં કોરોના વધતો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં વધુ 79,457 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 36,19,169 થયો : 7,81,030 એક્ટિવ કેસ : વધુ 60,408 દર્દીઓ સાજા થતા કુલ 27,72,928 દર્દીઓ રિકવર થયા : વધુ 960 લોકોના મોત સાથે મૃત્યુઆંક 64,617 થયો access_time 8:28 am IST