Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ગલવાનમાં મૃત્યુ પામેલ 35 ચીની સૈનિકોના કબ્રનો ફોટો થયો વાયરલ

નવી દિલ્હી:ગલવાન ઘાટીમાં 15/16 જૂનના રાત્રીના સમયે ચીની સૈનિકો સાથે થયેલ ખૂની સંઘર્ષમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હોવાની ઔપચારિક માહિતી મળી હતી  પર્નાતું ચીની સેનાએ આજ સુધી ઘટનામાં  પોતાના શહીદ સૈનિકોની સંખ્યા  આપી હતી જેના કારણોસર પીએલએમાં ઝડપથી અસંતોષ વધ્યો અને તેમણે દોઢ મહિના પછી ગલવાન ઘાટીમાં મૃત્યુ પામેલ  35 ચીની સૈનિકોની કબરની ફોટો વાયરલ થઇ છે. એમાં કબર પર લખ્યું છે કે  સૈનિકની ચીન-ભારત સીમા રક્ષા સંઘર્ષમાં જૂન 2020માં મૃત્યુ થયા છે. અમેરિકી ખુફિયા એજન્સીએ પણ ઘટનાના બીજા દિવસે 35 ચીની સૈનિકોના માર્યા હોવાનો દાવો કર્યો હતો.

      વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગલવાન ઘાટીમાં 15 જુનની સાંજે શરૂ થયેલ હાથાપાઈ 16 જૂનના સવાર સુધી ખૂની ઝડપમાં બદલાઈ ગઈ હતી. રાત આખી ખૂની સંઘર્ષ ચાલ્યા પછી સવારના 5 વાગ્યાની આસપાસ બંને સેનાઓએ  મૃતદેહ અને ઘાયલ સૈનિકો એક બીજાને આપી દીધા હતા. તેમજ હાલમાં ચીનના સૈનિકોની કબ્રનો ફોટો વાયરલ થતા જાણવામાં આવી રહ્યું છે  કે સંઘર્ષમાં ચીનના કુલ 30 સૈનિકો શહીદ થયા હતા.

(6:45 pm IST)