Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ચાર વર્ષ પછી ચીને અરુણાચલ નજીક 15 સ્થળોના નામ બદલાવી નાખ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઈમ્સ' મુજબ- ગુરુવારે ચીનની કેબિનેટે (સ્ટેટ કાઉન્સિલ) 15 નામ બદલવાની મંજૂરી આપી છે. આ તમામ વિસ્તાર જેંગનેન (ચીનના દક્ષિણ રાજ્ય શિઝિયાંગનો ભાગ)માં આવે છે, જેમાંથી 8 રહેણાક વિસ્તાર છે. ચાર પહાડી ક્ષેત્ર, બે નદી અને એક માઉન્ટેન પાસ છે. આ પહેલાં 2017માં 6 જગ્યાનાં નામ બદલવામાં આવ્યાં હતાં. આ ચીનનો અધિકાર છે. તિબેટ મામલે ચીની એક્સપર્ટ લિયાન શિયાંગમીને અખબારને જણાવ્યું હતું કે સેંકડો વર્ષથી આ જગ્યા છે, હવે એનાં નામ યોગ્ય કરવામાં આવ્યાં છે. એની મદદથી સરહદની રક્ષા વધુ સારી રીતે કરવામાં આવશે. ચીને ક્યારેય ભારતના અરુણાચલ પ્રદેશને માન્યતા નથી આપી. તેમનો આરોપ છે કે અરુણાચલ પર ભારતે કબજો જમાવ્યો છે. બીજિંગે 23 ઓક્ટોબર 2021ના રોજ 'લેન્ડ બોર્ડર લૉ' નામથી એક કાયદાને મંજૂરી આપી હતી. એ બાદથી જ આશંકા હતી કે તેઓ આ પ્રકારની કોઈ હરકત કરી શકે છે. આ પગલાંથી આશંકાઓ સાચી સાબિત થઈ છે.

(5:56 pm IST)