Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમેરિકામાં ઓમીક્રોનના નવા વેરિએંટ સામે ટેસ્ટિંગ માટે કારની લાંબી લાઈન લાગી

નવી દિલ્હી: અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને કહેર વરસાવ્યો છે. અમેરિકામાં સતત રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. અમેરિકન ખંડમાં એક સપ્તાહમાં કોરોના કેસોમાં 39 ટકાનો વધારો નોંધાયો છે. કોવિડ વેક્સિન આપવામાં આવતા એક વર્ષથી વધારે થઈ ગયો છે, છતાં અમેરિકામાં ઝડપી સંક્રમણ ફેલાવનાર ઓમિક્રોનના કારણે દરરોજ આશરે 2 લાખ 65 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં આટલા કેસ છેલ્લા 11 જાન્યુઆરીના રોજ નોંધાયા હતા. તો છેલ્લા બે અઠવાડિયામાં ડેથ રેટમાં પણ વધારો નોંધાયો છે. તો હવે દેશમાં બુસ્ટર ડોઝ આપવાની સાથે સાથે કોવિડ ટેસ્ટિંગને પણ ઝડપી બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં દરરોજ લાખોની સંખ્યામાં કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સવારથી જ ટેસ્ટિંગ ડોમની બહાર હજારોની સંખ્યામાં કારની કતારો જોવા મળી રહી છે. રિપોર્ટ પોઝિટીવ આવતા જ દર્દીને હોસ્પિટલ રિફર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યામાં પણ 11% નો વધારો થયો છે. હાલમાં અમેરિકામાં દરરોજ સરેરાશ 265,000 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, છેલ્લા બે અઠવાડિયામાં દરરોજ કેસ બમણાથી વધુ નોંધાઈ રહ્યા છે. કોવિડ-19ના ઝડપથી ફેલાતા નવા વેરિયન્ટ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પણ પાણી ફરી વળ્યું છે. જેના કારણે લોકોને સેલિબ્રેશનની યોજનાઓ કેન્સલ કરી છે અને ઘરોમાં રહેવાની ફરજ પડી છે. આટલું જ નહીં, રજાઓના કારણે હોસ્પિટલોમાં ડોક્ટર્સની પણ અછત વરતાઈ રહી છે.

(5:57 pm IST)