Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમેરિકામાં શિકાગોથી આઇસલેન્ડ જઈ રહેલ મહિલા ફ્લાઈટમાં કોરોના પોજીટીવ આવતા અફડાતફડી

નવી દિલ્હી: વિમાની પ્રવાસ દરમ્યાન એડવાન્સમાં આરટીપીસીઆર ટેસ્ટ સહિતની પ્રક્રિયાઓ કરવામાં આવે છે પણ તે વચ્ચે પણ અમેરિકામાં શિકાગોથી આઈસલેન્ડ જઈ રહેલી એક વિમાની ફલાઈટમાં એક મહિલા કોરોના પોઝીટીવ માલુમ થતા જ તેને વિમાનના બાથરૂમમાં ત્રણ કલાક સુધી આઈસોલેટ કરી દેવામાં આવી હતી. મારીયા ફોટીયો નામની આ મહિલા ગત તા.19ના રોજ પ્રવાસ કરી રહી હતી ત્યારે તેને ગળામાં દર્દ થતા વિમાનના ક્રુ એ તેની એન્ટીજન સહિતની ટેસ્ટ કરતા જ તે પોઝીટીવ માલુમ પડી હતી. જો કે તેઓને ઉડાન પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાયો હતો અને નેગેટીવ જાહેર થયો હતો તેથી જ તેને વિમાની પ્રવાસની મંજુરી આપવામાં આવી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે આ મહિલાએ વેકસીનની બુસ્ટર ડોઝ પણ લીધી છે અને તેથી તેને કોરોનાનું સંક્રમણ એ ચિંતાનો વિષય બન્યો છે. બાદમાં તેને ત્રણ કલાક સુધી બાથરૂમમાં આઈસોલેટ કરાયા હતા અને આઈસલેન્ડમાં સીધા હોસ્પીટલ ખાતે મોકલી દેવાયા હતા.

 

(5:57 pm IST)