Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પાકિસ્તાનના કવેટામાં બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મોત

નવી દિલ્હી:પાકિસ્તાનના કવેટા પ્રાંતમાં  બુધવારના રોજ થયેલ  એક બોમ્બ  વિસ્ફોટમાં  ઓછામાં ઓછા  ચાર લોકોના મોત  નિપજ્યા  હોવાનું  માલુમ  પડી રહ્યું છે. તેમજ અન્ય 15  લોકોને ઇજા પહોંચી છે.  અધિકારીઓ  દ્વારા  આ વાતની જાણકારી  પ્રાપ્ત  થઇ રહી છે.વધુમાં  મળતી માહિતી મુજબ જાણવામાં  આવી  રહ્યું છે કે  બોમ્બ  ધમાકો  જિન્ના  રોડ પર સાયન્સ કોલેજની  પાસે એક  કાર  નજીક  થયો  હતો. જિન્ના રોડ  કવેટના મુખ્ય  માર્ગમાંથી  એક હોવાનું  જણાઈ  રહ્યું છે અને તે  ખરીદી  માટે ખુબજ  પ્રખ્યાત  તેમજ  વ્યસ્ત  જગ્યા પણ છે. અધિકારીઓ  આ ઘટના અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ઘાયલ  લોકોને  સારવાર  અર્થે હોસ્પિટલમાં  ખસેડવામાં  આવ્યા હોવાનું  માલુમ  પડી રહ્યું છે.

 

(6:01 pm IST)