News of Monday, 1st February 2021
મલાઈ ગોલાની હરીફાઈમાં સાઉથ કોરિયાના શિલતારે બિન્ગસુ મશહુર થયું
આ વાનગી આજકાલ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામના નેટિઝન્સમાં લોકપ્રિય છે
સોલ ,તા. ૧: વિશ્વની અવનવી વાનગીઓ વિશે જાણીએ અને એ વાનગીઓ આપણા પ્રદેશના લોકલાડીલા ખાદ્ય પદાર્થ સાથે થોડું પણ સામ્ય ધરાવતી હોય તો એ વાનગી માટે આપણી જિજ્ઞાસા વધી જાય. આપણા છીણેલા બરફના ગોળાની માફક સાઉથ કોરિયામાં છીણેલા બરફના શિલતારે બિન્ગસુ મશહૂર છે. જોકે બરફ છીણવાની પદ્ઘતિ અને છિણાયા પછીની બરફની સ્થિતિમાં તફાવત હોય છે. શિલતારે બિન્ગસુમાં બરફ સાવ પાતળા પાસ્તા કે નૂડલ્સ જેવો દેખાય છે. આ ક્રીમી અને ટેસ્ટી ડીઝર્ટ પહેલી વખત ગ્રાહકો સમક્ષ રજૂ કરનારી સોલ (સાઉથ કોરિયાનું પાટનગર) શહેરની કાફે એન્ડ ડીઝર્ટ લેબ તિરાવાન્તો હતી. આ વાનગી આજકાલ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામના નેટિઝન્સમાં લોકપ્રિય છે.
(10:03 am IST)