દેશ-વિદેશ
News of Monday, 1st March 2021

ઇંગ્લેન્ડના એકસેટરમાં 81 વર્ષ પછી બીજા વિશ્વ યુદ્ધના સમયનો મહાવિનાશક બોંબ ફૂટ્યો

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના એક્સેટર શહેરમાં 81 વર્ષ બાદ બીજા વિશ્વ યુદ્ધના સમયનો મહાવિનાશક બોમ્બ ફૂટ્યો હતો. બોમ્બ બ્લાસ્ટનો પ્રચંડ અવાજ 10 કિલોમીટર સુધી સંભળાયો હતો. જ્યારે નજીકના ઘરોના બારીઓના કાચ પણ તૂટ્યા હતા. બોમ્બ ત્યારે ફૂટ્યો જ્યારે બોમ્બને ડિફ્યૂઝ કરવાની કામગીરી ચાલતી હતી. રહેણાક વિસ્તારમાં 900 કિલોગ્રામનો બોમ્બ મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે શુક્રવારે દ્વિતિય વિશ્વ યુદ્ધના જમાનાના બોમ્બને નિષ્ક્રિય કર્યાના બે દિવસ બાદ પણ આસપાસના નિવાસીઓને તેના ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં નથી આવી. પોલીસનું કહેવુ છે કે સિક્યોરિટી ઑડિટ કર્યા બાદ અમે કોઇપણ વ્યક્તિને તેમના વિસ્તારમાં જવા દઇશું.

(5:21 pm IST)