દેશ-વિદેશ
News of Monday, 1st August 2022

અમેરિકન મહિલાએ જોડિયા પુત્રો અને જોડિયા પુત્રીને આપ્‍યો જન્‍મ

ગુરુવારે ઍશ્‍લીએ આઇડેન્‍ટિકલ ટ્‍વિન્‍સના બે સેટને જન્‍મ આપ્‍યો હતો

ન્‍યુયોર્ક, તા.૧: ઍશ્‍લી નેસ નામની અમેરિકન મહિલાને ગર્ભાવસ્‍થામાં એક દુર્લભ અનુભવ થયો હતો. તેણે આઇડેન્‍ટિકલ ટ્‍?વિન્‍સના બે સેટને મતલબ કે જોડિયા પુત્રો અને જોડિયા પુત્રીને જન્‍મ આપ્‍યો છે. લગભગ ૭ કરોડ મહિલાઓમાં એક મહિલા આ રીતે જોડિયા સંતાનોના બે સેટને જન્‍મ આપે છે. તેના ગર્ભમાં ચાર સંતાન હોવાની જાણ તેને વૅલેન્‍ટાઇન્‍સ ડે પહેલાં તે ગર્ભવતી હતી ત્‍યારે થઈ હતી તથા અલ્‍ટ્રાસાઉન્‍ડમાં તેને આ અનોખા સમાચાર મળ્‍યા હતા. ગુરુવારે ઍશ્‍લીએ આઇડેન્‍ટિકલ ટ્‍વિન્‍સના બે સેટને જન્‍મ આપ્‍યો હતો.
બાળકોએ ૯ મહિના પૂરા થવાના (૨૮ અઠવાડિયાં અને બે દિવસમાં) લગભગ ૧૨ અઠવાડિયાં વહેલાં વિશ્વમાં પ્રવેશ કર્યો હતો. બે છોકરીઓ અને બે છોકરાઓ એમ ચારેય બાળકોનો જન્‍મ બૉસ્‍ટનની મૅસેચુસેટ્‍સ જનરલ હૉસ્‍પિટલમાં સવારે ૩.૪૮ વાગ્‍યે સી-સેક્‍શન ડિલિવરી દરમિયાન એક મિનિટના અંતરે થયો હતો. નાજુક સગર્ભાવસ્‍થાની સંભાળ રાખવા માટે નેસ ૬ જુલાઈથી હૉસ્‍પિટલમાં દાખલ છે.
ઍશ્‍લીના પરિવારમાં જોડિયા બાળકો વધુ જન્‍મ્‍યાં છે. જેમ કે તેની માતાને જોડિયા ભાઈઓ હતા, તેના દાદા પણ જોડિયા હતા અને તેની કાકીને જોડિયા બાળકો હતાં. તેના બૉયફ્રેન્‍ડની માતા પણ જોડિયા છે તેમ જ તેની બહેનને જોડિયા બાળકો છે.

 

(3:45 pm IST)