દેશ-વિદેશ
News of Monday, 1st August 2022

સિંગાપોરમાં કાર પાર્કિંગને આ રીતે ખેતર બનાવીને ખેડૂતો કરે છે ખેતી

નવી દિલ્હી: શહેરી ખેડૂત આઇલીન ગોહ બહુમાળી ઇમારતોની છત પર ખેતી કરે છે55 લાખની વસ્તી ધરાવતો આ દેશ હાલમાં તેની જરૂરિયાતોના 90%થી વધુ ખોરાકની આયાત કરે છે2030 સુધીમાં, સિંગાપોર પોતાની ખોરાકની જરૂરિયાતના 30% ઉત્પાદનનું લક્ષ્‍ય રાખે છેસ્થાનિક ધોરણે શાકભાજી ઉત્પાદન વધારવાની યોજનાના ભાગરૂપે સરકારે 2020માં આ ધાબા ભાડે આપવાનું શરૂ કર્યું હતું. કારણ કે 55 લાખની વસ્તી ધરાવતો આ દેશ હાલમાં તેની જરૂરિયાતોના 90%થી વધુ ખોરાકની આયાત કરે છે. પરંતુ આ ગીચ વસ્તીવાળા ટાપુ દેશમાં ખેતી માટેની જગ્યા દુર્લભ છે અને તેનો અર્થ એ છે કે જમીન સસ્તી નથી. પ્રૉપર્ટીના ભાવ સિંગાપોરમાં વિશ્વમાં સૌથી વધુ છે. એક ખેડૂતે બીબીસીને કહ્યું કે તેના પ્રથમ કાર પાર્ક પ્લૉટની ઊંચી કિંમતને કારણે તેઓ જ્યાં રૂફટૉપ ખેતી કરતા હતા તે છોડીને સસ્તાં કાર પાર્કિંગમાં જવું પડ્યું છે. કામદારો ચાઇનીઝ રસોઈમાં વપરાતા પાંદડાંવાળી લીલી શાકભાજી ચોય સમને ચૂંટતાં, કાપતાં અને પૅક કરી રહ્યા હતા. દરમિયાન બીજી તરફ, અન્ય કર્મચારીઓ રોપાંનું ફરીથી વાવેતર કરવામાં વ્યસ્ત હતા.

(5:27 pm IST)