દેશ-વિદેશ
News of Tuesday, 1st September 2020

ટેસ્લાના ચીફ એકઝીકયુટીવ સહીત સ્પેસ એક્સ ફાઉન્ડરે બનાવી અનોખી ચિપ:માણસના મગજને કોમ્પ્યુટર સાથે જોડવાનું કામ કરશે

નવી દિલ્હી: ટેસ્લાના ચીફ એક્ઝિક્યૂટિવ અને સ્પેસ એક્સ ફાઉન્ડર એલન મસ્કે મગજનો અભ્યાસ કરતી ચિપ રજૂ કરી છે. તે સિક્કાના આકારની છે. મસ્કની ટીમે ચિપને ગેરટૂડ નામના ડુક્કરના માથામાં ફિટ કરીને મગજની એક્ટવિટી કોમ્પ્યુટર સ્ક્રિન પર જોવામાં સફળતા મેળવી છે. ચિપ મગજને કોમ્પ્યુટર સાથે જોડવાનું કામ કરશે. મસ્કે લાઇવ સ્ટ્રીમ કરીને તે દેખાડ્યં હતું. જેવું ડુક્કરે માથું હલાવીને ચાવવાનું શરૂ કર્યું, તેના મગજની એક્ટિવિટી કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાવા લાગી. મસ્કનું સ્ટાર્ટઅપ ન્યૂરોલિંક એક વર્ષથી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું. વર્ષ પહેલા ન્યૂરોલિંક કંપનીએ એક ઉંદર પર ચિપનું ટેસ્ટિંગ કર્યું હતું. તે સમયે માત્ર ઉંદરના માથામાં USB સાથે જોડાયેલી ચિપનો ફોટો સામે આવ્યો હતો. વાંદરાઓ પર પણ તેનો પ્રયોગ કરવામા આવ્યો છે. હવે મનુષ્યો પર ટેસ્ટિંગનો પ્લાન છે.

(6:41 pm IST)