દેશ-વિદેશ
News of Tuesday, 1st September 2020

ઓસ્ટ્રેલિયાના વન વિભાગે ઉત્તર વિસ્તારના ખારા પાણીમાં રહેતા 14 ફૂટ લાંબા મગરને પકડી પાડ્યો

નવી દિલ્હી: કેનબેરા :ઓસ્ટ્રેલિયાના વન વિભાગે ઉત્તર વિસ્તારના ખારા પાણીમાં રહેતા 14 ફૂટ લાંબા મગરને પકડ્યો છે. વિશાળ મગરનું વજન 350 કિલો છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મગરને પ્રખ્યાત પર્યટક સ્થળથી રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.

        કેથરિનની વાઇલ્ડ લાઇફ રેન્જર જ્હોન બર્કે અહેવાલ આપ્યો કે પુરુષ મગરનું વજન 350 કિલોથી વધુ છે. તેને કેથરિનના આઉટબેક શહેરથી 120 કિમી દૂર નેચરલ પાર્ક ખાતે ફ્લોરા નદીમાંથી પકડવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા વિસ્તારમાં કેથરિન નદીમાંથી બીજા એક 15.5 ફૂટ લાંબા મગરને પણ પકડ્યો હતો.

(6:42 pm IST)