દેશ-વિદેશ
News of Tuesday, 1st September 2020

અફઘાનિસ્તાનમાં બોંબ વિસ્ફોટની ઘટનામાં ત્રણ સૈનિકોના મૃત્યુ:પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત પંક્તિયાંની રાજધાની ગાર્ડઝમાં મંગળવારના રોજ એક બોંબ વિસ્ફોટની ઘટનામાં ઓછામાં ઓછા  ત્રણ સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય પાંચ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

            મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પહેલા પણ સ્થાનિક સરકારના પ્રવક્તા અબ્દુલ રહમાન માંગલે ગાર્ડઝમાં બોંબ વિસ્ફોટ થયો હોવાની પુષ્ટિ કરી હતી સ્થાનિક સમયાનુસાર વિસ્ફોટ સવારના 5 વાગ્યાને 30 મિનિટની આસપાસ થયો હતો  હુમલામાં બે આત્મઘાતી હુમલાખોરને પણ મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:44 pm IST)